*નીચે મુજબ દર્શાવેલ મુદ્દાઓ ને ધ્યાન માં રાખશો*


♾♾♾♾♾♾♾♾♾♾♾


*(૧) જે પણ લખો એ પોતાનું મૌલિક અને શ્રેષ્ઠ લખો.*

     *ફક્ત લખવા ખાતર ના લખો.* 


*(૨)  જોડણી,પ્રત્યય અને વાક્યરચનામાં ખાસ ધ્યાન રાખો.ખોટી જોડણી તરત જ આંખને ખટકે છે.*

    *જરૂર પડે ત્યાં સાર્થ જોડણીકોશનો ઉપયોગ કરો.*

     *પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લો.*


*(૩) પહેલાં એક વાર રચના લખીને રાખી દો,થોડીવાર પછી ફરી વાંચો.ભૂલો હશે એ તરત સામે આવશે.આવું બે-ત્રણ વાર કરો.* 


*(૪) એકના એક વિષયનું પુનરાવર્તન કરવાનું ટાળો.*


*(૫) આપણી રચના મૂકતાં પહેલાં આગળ આવી ગયેલી રચનાઓ પણ વાંચી લો જેથી એક જેવી રચનાનું પુનરાવર્તન ન થાય.* 


*(૬) દરેક લેખકનો એક અલગ અંદાજ હોય છે.*

    *આપણે કોઈના જેવું શા માટે થવું?*

    *કોઈને આપણા જેવા થવાની સલાહ પણ શા માટે આપવી?*

    *આપણી અંદર જે પણ હોય એને જ બહાર કાઢવું.*


*(૭) વિજેતા થવું કે ના થવું એ બધું ગૌણ છે.* 

     *સતત અને સરસ લખતા રહેવું એ જ શ્રેષ્ઠ છે.* 


*(૮) જે પણ પ્રકારની રચના લખો તો એ પ્રકારને પૂરતો ન્યાય આપો.*


*(૯) જે પણ ગ્રૃપમાં હો એ ગ્રૃપને સંપૂર્ણ વફાદાર રહો.* 

    *સ્પર્ધા ચાલુ હોય ત્યારે આમાં મૂકેલી રચના બહાર ના મૂકો.* 


*(૧૦) એડમીન અને નિર્ણાયક પણ તમારામાંથી જ છે.* 

*એ કોઈ એક્સપર્ટ નથી.એમની ભૂલ હોય તો મોટું મન રાખીને દરગુજર કરો.*


♾♾♾♾♾♾♾♾♾♾♾


*સાહિત્ય વારસો વાર્તા સ્પર્ધા કમિટી*






🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰


⛲ *સાહિત્ય વારસો પરિવારના બધા સભ્યો માટે એક મહત્ત્વની સુચના.* ⛲


➡ *આજથી આપણા ગ્રુપમાં નવો નિયમ પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હવેથી દર અઠવાડિયે એક નવો ટાસ્ક આપવામાં આવશે. દરેક મિત્રોએ એ ટાસ્ક પર જ અને આપેલા ફોર્મેટ માં જ લખવાનું રહેશે.*


➡ *આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય હેતુ બધા જ લેખકો/લેખિકાઓની કલમને નવો વળાંક આપવાનો અમારો પ્રયાસ છે. જેમ એન્જિન હોય તો કમ્પાર્ટમેન્ટ આપોઆપ જોડાઈ જાય તેવી જ રીતે આ ટાસ્ક માં આપેલું કાર્ય એન્જિનનું કામ કરશે અને એ તમારા વિચારોને કમ્પાર્ટમેન્ટની જેમ આપોઆપ જોડી એક નવી જ બુલેટ ટ્રેન બનાવી આપશે.*


➡ *વાર્તા વ્યાકરણની દ્રષ્ટિએ ખરી ઉતરવી જોઈએ.* *અનુસ્વાર, વિરામચિહ્નો, જોડણી વગેરેનો ખ્યાલ રાખવો.* 


➡ *આ ટાસ્કમાં શબ્દોની મર્યાદિત સંખ્યા આશરે ૧૫૦ શબ્દો ની રહેશે. આપેલા ટાસ્કના વિષય પર સ્પર્ધકે કોઈપણ પ્રકાર ની એક મૌલિક વાર્તા લખવાની રહેશે.*


➡ *દર અઠવાડિયે સ્પર્ધા માટે માત્ર એક જ વાર્તા મુકવાની રહેશે.*


➡ *આશા છે કે આ નવો નિયમ બધા જ મિત્રોને માન્ય રહેશે. અને પોતાના વિચારોને, પોતાની કલમના જોરે સાહિત્ય ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરે એવા હેતુ ને અનુરૂપ અમારો આ પ્રયાસ છે. આપની સાહિત્ય સાધના ગ્રુપને પણ શોભાયમાન કરશે.*


➡ *તો મિત્રો ઉપાડો કલમ અને થઈ જાવ તૈયાર લખવા માટે. હવે એક ટફ કોમ્પીટીશન થવા જઈ રહ્યું છે. તો કરો શરૂઆત વાર્તા લખવાની... ઓલ ધ વેરી બેસ્ટ.* 👍


*સાહિત્ય વારસો વાર્તા પરિવાર કમિટી-૩*


🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰





સ્પર્શ પબ્લિકેશન પ્રસ્તુત કરે છે,


"ટૂંકી વાર્તાલેખન સ્પર્ધા"


કોરોના સંદર્ભે વ્યાપેલા દેશવ્યાપી લૉકડાઉનમાં આપના શોખને કરિયરમાં બદલવાનો એક અવસર લઈને આવી રહ્યું છે,


#સ્પર્શ_પબ્લિકેશન.


૧૦૦૦ થી ૧૨૦૦ શબ્દોની મર્યાદા ધરાવતી આપની મૌલિક ટૂંકી વાર્તા અમને મોકલો. નિર્ણાયકના નિર્ણયને આધારે તમામ એન્ટ્રીઓમાંથી કુલ ૩૦ ચુનંદા વાર્તાકારોની વાર્તાઓને આપવામાં આવશે પુસ્તક-દેહ! જેમાં ગુજરાતી ભાષાના અન્ય ખ્યાતનામ વાર્તાકારો અને સાહિત્યકારોની કૃતિઓ પણ સામેલ હશે. તદુપરાંત, ત્રણ શ્રેષ્ઠ વાર્તાઓને રોકડ પુરસ્કાર તો ખરાં જ!


● પ્રથમ વિજેતા : ૨૦૦૧/- રૂપિયા


● દ્વિતીય વિજેતા : ૧૫૦૧/- રૂપિયા


● તૃતીય વિજેતા : ૧૦૦૧/- રૂપિયા


 

【નિયમો】


● તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૨૦ની બપોરે ૧૨ વાગ્યા પહેલાં મળેલી વાર્તાઓ જ માન્ય ગણાશે.


● સ્પર્ધક માટે ૧૦૦/- રૂપિયા રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે, જે અમારા PayTm નંબર 9428012249 અથવા UPI દ્વારા sparshpublication@icici પર મોકલી શકાશે. ફી નોન-રિફંડેબલ રહેશે.


●એન્ટ્રી ફી ભર્યા બાદ પ્રતિસ્પર્ધીએ પેમેન્ટ કર્યાનો સ્ક્રીનશૉટ ક્લિક કરીને અમારા વૉટ્સએપ નંબર પર મોકલવાનો રહેશે.


●૧૦૦૦ થી ૧૨૦૦ શબ્દોની મર્યાદામાં લખાયેલી તમારી મૌલિક વાર્તા-કૃતિને info@sparshpublication.com પર ઇ-મેઇલ કરી આપવા વિનંતી.


●વિજેતાઓ અંગેનો આખરી નિર્ણય સ્પર્શ પબ્લિકેશનનો રહેશે.


● વાર્તાકારની વાર્તા-કૃતિ મૌલિક અને સ્વરચિત જ હોવી જોઈએ.ઉઠાંતરી કરેલ કે અન્ય લેખકની વાર્તા લીધેલ જણાશે તો કોપીરાઈટના ભંગ બદલની કોઈપણ કાયદાકીય બાબતે જે તે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે અને તમામ કાયદાકીય ખર્ચ જે તે કોપીરાઈટ ભંગ કરનારે ભોગવવાનો રહેશે.


● મહત્તમ એક મહિનાની અંદર સ્પર્ધાનાં પરિણામો જાહેર કરી દેવામાં આવશે.


● જ્યાં સુધી સ્પર્ધાનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી વાર્તાકારે ફેસબૂક સહિતના અન્ય કોઈપણ માધ્યમ પર પોતાની વાર્તા પ્રકાશિત કરવી નહીં તેમજ વાર્તાઓ કોઈ અન્યત્ર પ્રકાશિત થયેલ કે અન્ય પ્રકાશક પાસે પ્રકાશિત કરી શકાશે નહીં.


● ફક્ત ગુજરાતી ભાષામાં લખાયેલી વાર્તાને માન્યતા પ્રાપ્ત થશે. (કથાવસ્તુની જરૂરિયાત મુજબ વાર્તામાં હિન્દી તથા અંગ્રેજી ભાષાનો થોડોઘણો ઉપયોગ કરવાની છૂટ છે.)


કોલ નંબર : 94280 12249

વોટ્સએપ : 94280 12249

Paytm. : 94280 12249

UPI પેમેન્ટ : sparshpublication@icici

ઇ-મેઇલ. : Info@sparshpublication.com


#sparshpublication #sparshcontest #sparshstory #sparshwriter #sparahreader 


Sparsh Publication