Posts

ઐતિહાસિક તસવીર

Image
ઐતિહાસિક તસવીર
સુંદરમ્ ,ઉમાશંકર જોષી, ઝવેરચંદ મેઘાણી અને  ધૂમકેતુ.....

ડિજીટલ દગો

ડિજીટલ દગો


અરે! વર્ષા શું ગાંડા જેવી વાત કરે છે? હું તનેજ પ્રેમ કરું છું અને તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. “મને તારા પર વિશ્વાસ નથી”.. હવે હું પહેલા જેટલી રૂપાળી નથી!.. ઉમર થઇ ગઈ. શરીર વધી ગયું એટલે હવે તને ક્યાંથી ગમું. અરે! વર્ષા તું શું વાત કરે છે. હું પહેલા પણ તનેજ પ્રેમ કરતો હતો અને આજે પણ તનેજ પ્રેમ કરું છું અને હંમેશા તનેજ પ્રેમ કરતો રહીશ. તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. આ ઝગડો વર્ષા અને સોહમ વચ્ચે થઇ રહ્યો હતો. વર્ષા અને સોહમ ના લગ્ન એમના પરિવારવાળા એ બંને ની સહમતી થી સાત વર્ષ પહેલા કર્યા હતા. વર્ષા નાના ગામડાની હતી અને લગ્ન બાદ એ શહેર માં આવી હતી. સોહમ શહેર માં એક એમ.એન.સી માં નોકરી કરતો હતો.વર્ષા દેખાવ માં ખુબ જ સુંદર હતી સોહમ તો એને જોઈનેજ પાણી પાણી થઇ ગયો હતો. અને એની સાથે લગ્ન ની ઉતાવળ કરવા લાગ્યો હતો.

વર્ષા ને પણ સોહમ પસંદ હતો.સારો એવો પગાર શહેર ના પોશ વિસ્તારમાં બંગલો અને સુખી સંમ્પન પરિવાર અને સોહમ ના પિતા એની જ્ઞાતિ માં એક ઊંચું સ્થાન ધરાવતા હતા એટલે બંને પરિવાર એક બીજા ને સંબંધ માં બાંધવા માટે આતુર હતા.લગ્ન બાદ સોહમ અને વર્ષા ઘણી જગ્યા પર ફરવા ગયા. …

સ્વામી વિવેકાનંદ નું મૃત્યુ

Image
સ્વામી વિવેકાનંદ નું મૃત્યુશું તમે જાણો છો કે સ્વામી વિવેકાનંદ નું મૃત્યુ કેવી રીતે થયું હતું.

સ્વામી વિવેકાનંદને કોણ નથી જાણતું તેમણે આખા વિશ્વમા ભારતની સભ્યતા ,સંસ્કૃતિ અને અધ્યાત્મિક નો પરિચય કરાવ્યો હતો. વિશ્વ ધર્મ સંમેલન જે અમેરિકા ના શિકાગો મા થયો હતો તેમાં તેમણે ભાગ લીધો હતો અને પોતાના વિચારોથી આખા વિશ્વમા પોતાની અલગ છાપ ઉભી કરી હતી. તેમનું મૃત્યુ વર્ષ ૧૯૦૨ મા થયું હતું. શું તમે જાણો છો કે તેમના મૃત્યુ પાછળ કારણ શું હતું. તો ચલો જાણીએ તેના વિશે.

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી ૧૯૬૩ કોલકાતા મા થયો હતો. તેમનુ નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તે ખુબ જ હોશિયાર હતા. તેમણે જયારે રામકૃષ્ણ પરમહંસ ના ગુણગાન સાંભળયા તો તે તેમની સાથે વાતચીત કરવાના ઉદેશથી તેમની પાસે ગયા પરંતુ રામકૃષ્ણ પરમહંસ જાણી ગયા કે હું જે શિષ્ય ને ગોતતો હતો તે આ જ વ્યક્તિ છે.

પછી સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ થયા. સ્વામી વિવેનાનંદે ૨૫ વર્ષ ની ઉંમરમા જ ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. ત્યાર બાદ તેમણે ઉઘાડા પગે જ આખા ભારત દેશ ની યાત્રા કરી હતી. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના ભારત અને વિશ્વ ના અન…

વન વગડો મેગેઝિન અંક-1 થી 7

Image
*વનવગડો અંક-1 થી  7*
*અહીંથી અમારા પેજ ને લાઇક કરો.*
https://www.facebook.com/સાહિત્યનો-વન-વગડો-મેગેઝિન-105999361163408/


*વનવગડો અંક-1 થી  7*

આપના પ્રતિભાવો અને જરૂરી સૂચનો આપશો જેથી અમે આગળના અંકોમાં વધુ રસપ્રદ રીતે સાહિત્ય પ્રસ્તુત કરી શકીએ...વનવગડો અંક-1
https://shopizen.page.link/WQeYhzmZBwbyk6vq5


વનવગડો અંક-2
https://shopizen.page.link/ZfMCPkDh9JVb1Snc7


વનવગડો અંક-3
https://shopizen.page.link/ADoPuMnQc8QGBY5Q6


વનવગડો અંક-4
https://shopizen.page.link/kfCAJ4QtniToLznE6


વનવગડો અંક-5
https://shopizen.page.link/TadLYB397VH9jriu9


વનવગડો અંક-6
https://shopizen.page.link/HrGJpjzw9NEptyNR8

વનવગડો અંક-7
https://shopizen.page.link/pcnJPqQuthp7dMAY7

ડોસો અને દીકરો

ડોસો અને દીકરો

એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો જતા હતા ને પાછળ ગધેડું દોરાયું જતું હતું.
રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે: “અરે રામ! આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે? ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે! એક જણું તો ગધેડા ઉપર આરામથી બેસી શકે.”
બાપને થયું વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો.
ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે: "હે રામ! આ કળજુગ ભાળ્યો? બિચારો બુઢ્ઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાનજોધ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે! એને શરમ નહિ આવતી હોય?”
દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી. દીકરો હેઠે ઊતર્યો ને બાપ ગધેડા પર બેઠો. ત્યાં તો વળી કોકે કહ્યું: “એલા, તારા ધોળામાં ધૂળ પડી! લાજતો નથી? આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે! તે છોકરાને પણ ભેગો બેસાડી લેને.”
ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો. જરાક દૂર જાય, ત્યાં બાવાઓનું એક ટોળું મળ્યું, એક બાવો કહે: “અરેરે, કેવો જમાનો આવ્યો છે! છે આ બાપ દીકરાને કોઈની દયા? બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે! ઈ મ…

બકરું કે કૂતરું

બકરું કે કૂતરું

એક બ્રાહ્મણ હતો. બહુ ગરીબ. જેમ તેમ કરી ઘર ચલાવે. માંડ માંડ રોટલાંની જોગવાઈ થાય. ઘરમાં છોકરાંવ દૂધ પીવાના ઘણી વખત કજિયા કરે પણ બ્રાહ્મણ પાસે ગાય કે ભેંશ વસાવવાની ત્રેવડ નહિ તે છોકરાંઓને દૂધ પીવડાવે કઈ રીતે? એક દિવસ એને એક વિચાર આવ્યો કે લાવને એક બકરીનું બચ્ચું વેચાતું લઈ આવું. તેના કંઈ બહુ પૈસા પડશે નહિ અને તે થોડું મોટું થઈ જતાં છોકરાઓને દૂધ તો પીવા મળશે. તે ઉપડ્યો બાજુના ગામમાં અને ત્યાંથી બકરીનું એક નાનું બચ્ચું ખરીદી પોતાને ખંભે મૂકી ચાલતો થયો.
રસ્તામાં ત્રણ ધૂતારાની એક ટોળી જતી હતી. ધૂતારાઓને થયું કે આ બ્રાહ્મણ તો સાવ ભોટ જેવો દેખાય છે. ચાલો, તેની પાસેથી બકરું પડાવી લઈએ. ધૂતારાના સરદારે પોતાના બે સાથીદારોને સમજાવીને દૂર દૂર મોકલાવી દીધા અને પોતે બ્રાહ્મણ પાસે જઈ તેને જાળમાં લેવાની શરૂઆત કરી. ધૂતારો કહે : અરે બ્રાહ્મણ દેવતા. તમે તો પવિત્ર માણસ કહેવાઓ. તમને આવું કરવું ન શોભે. તમે આમ શેરીમાં રખડતું કૂતરું ખંભે ચડાવીને જાઓ છો તે લોકો જોશે તો શું કહેશે? તમારે ઘરે જઈને નહાવું પડશે ને પ્રાયશ્ચિત કરવું પડશે.
બ્રાહ્મણને આ સાંભળી નવાઈ લાગી. એણે પોતાને ખંભે રાખેલા બકરીના બચ્ચાંન…